ગર્ભમાંના બાળકના મગજ ઉપર માતાના ઊંડા વિચારોના સંસ્કાર પડે છે. આ વિશેનાં અનેક વૈજ્ઞાનિક સંશોધનો પણ થયાં છે...
માતાના વિચાર પ્રમાણે ઉત્તમ અથવા નિમ્ન પ્રકારનું સંતાન થાય છે, એવો મુખ્ય નિયમ છતાં, સારું કે નઠારું સંતાન થવાનું કારણ માતા-પિતા કારણભૂત હોય છે. આ અંગે ઘણાં વૈજ્ઞાનિક સંશોધનો થયાં છે.
યુનાઇટેડ સ્ટેટ્સના વોશિંગ્ટન શહેરના એક વૈજ્ઞાનિકે હમણાં એક યંત્ર શોધી કાઢયું છે. તે યંત્રમાં મીણ જેવા નરમ પદાર્થની બનાવેલી એક પ્લેટ છે. આ યંત્ર સામે ચાર ફૂટ છેટે ઊભા રહીને જો તમે કોઇ વિચાર કરો તો તત્કાળ તે વિચારનું પ્રતિબિંબ આશ્ચર્ય પમાડે તે રીતે પેલી પ્લેટ ઉપર પડે છે! અને તે પ્રતિબિંબને જોઇને તમે શાનો વિચાર કરતા હતા તે યંત્રનો એકસપર્ટ કહી શકે છે!
જ્યારે ચાર ફૂટ દૂરની પ્લેટ ઉપર, આપણો વિચાર આ પ્રમાણે પોતાની છાપ પાડે તો પછી ગર્ભમાં રહેલા બાળકના મગજના અત્યંત કોમળ અણુઓ ઉપર માતાના એકાગ્રતાપૂર્વક વિચારોના સંસ્કાર પડે એમાં આશ્ચર્યજનક કશું નથી. માતાના વિચારોની અસર ગર્ભ ઉપર પડે છે તેનો આ વૈજ્ઞાનિક પુરાવો છે. માતા પોતાના મનમાં જેવું ચિત્ર ધારે છે તેવા જ રૂપરંગવાળું સંતાન જન્મે છે.
૧૮૦૪ની સાલમાં ઝેરા ફોલ્બોર્ન નામનો એક સજજન કેબોટ નામના ગામમાં થઇ ગયો. તે છ વર્ષનો થયો ત્યારે હિસાબ ગણવામાં તેણે જે અસાધારણ ચમત્કારિક શકિત દર્શાવી તે જોઇને આખો દેશ આશ્ચર્યચકિત થઇ ગયો! તે પાંચ આંકડાના ગુણાકાર તત્કાળ મૌખિક ગણીને કહેતો, મિશ્ર અપૂર્ણાંકને તત્કાળ સાદા રૂપમાં લાવતો, અને મોટી સંખ્યાના અવયવો (Factor) આશ્ચર્યજનક રીતે ઝડપથી પાડી દેતો.
તેની વિલક્ષણ શકિતનો રૂબરૂ પ્રયોગ દેખાડવાને માટે તેને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરોના મંડળ પાસે લઇ જવાયો. ત્યારે તેને પ્રશ્ન પૂછાયો કે ૧૮૧૧ વર્ષ સુધીના કેટલા દિવસ અને કેટલા કલાક થશે? વીસ સેકન્ડમાં તેણે ઉત્તર આપ્યો કે ૬૬૧૦૧૫ દિવસો અને ૧૫૮૬૪૩૬૦ કલાકો. તેને બીજો પ્રશ્ન પૂછાયો કે અગિયાર વર્ષની કેટલી સેકન્ડ થાય? ચાર સેકન્ડમાં તેણે જવાબ આપ્યો કે ૩૪૬૮૯૬૦૦૦ સેકન્ડ.
નવાઈની વાત તો એ હતી કે આ છોકરાની માને અંકગણિતનું કશું જ્ઞાન ન હતું. પણ તેનો જન્મ થયા પૂર્વે થોડા મહિના પહેલાં તેને એક તાકામાંથી કેટલા વાર કપડું જશે, તેનો તોડ કાઢવામાં રાત-દહાડો વિચાર કરવો પડયો હતો. આ હિસાબ ગણી કાઢવામાં તેના મગજને જે અસાધારણ શ્રમ થયો હતો, તેની અસર તેના ગર્ભમાં રહેલા બાળક ઉપર થઇ, અને તેથી જ્યારે તે જન્મ્યો ત્યારે ગણિતમાં તેણે આશ્ચર્યજનક હોશિયારી દર્શાવી!
પિશ્ચમમાં બાળઉછેરમાં જેની ખૂબ બોલબાલા છે તે મોન્ટેસરી કહે છે કે, બાળકની સંભાળ નાની ઉમરથી રાખવી જોઇએ. હિંદુ ધર્મ તેનાથી પણ એક કદમ આગળ જઇને એમ કહે છે કે બાળકની સંભાળ ગર્ભ પહેલાં, ગર્ભમાં અને ગર્ભ પછી પણ રાખવી જોઇએ! પણ ગર્ભાધાન વખતે સંતાનને કોઇ સંસ્કાર મળે એવી કોઇ ખાસ ધાર્મિક વિધિ તેમના ધર્મમાં જોવામાં આવતી નથી. હિંદુ શાસ્ત્રોમાં તો બાળકને સોળ સંસ્કારની વિધિઓ છે. પણ હાલના પ્રવૃત્તિવાળા જમાનામાં આવી ક્રિયાઓ ઘણા લોકો કરી શકતા નથી.
સારી સોબતની અસર
લગભગ સો વર્ષ પહેલાં થિયોસોફિકલ સોસાયટીનાં પ્રમુખ મિસસિ એની બેસન્ટને એવો વિચાર આવ્યો કે હિંદમાં ઉત્તમ સંતાનો તૈયાર કરવાની કળા રહેલી છે, તે માટે સારાં મા-બાપ જોઇએ, સારા સંસ્કાર, સારું શિક્ષણ અને સારી સોબત ખાસ જરૂરનાં છે. તેથી તેણે મદ્રાસ પ્રાંતમાં સારા કૂળની તપાસ કરવા માંડી, તેમાંથી બે સારાં બાળકો પસંદ કરીને મેળવી લીધાં. તે બાળકોને સારા સંસ્કાર આપ્યા અને સારી સોબતમાં રાખ્યાં. તેમાંના એક નિત્યાનંદ અને બીજા શ્રીકૃષ્ણમૂર્તિ.
Wednesday, June 10, 2009
ગર્ભાધાનના સમયના વિચારોની ચમત્કારિક અસર!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment