એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટની આજે ઓચીંતી મુલાકાતે આવેલા વાઇસ ચાન્સેલર પ્રો.રમેશ ગોએલે મેડિકલ સાયન્સનું આવનાર ભવિષ્ય કેવુ હશે તે અંગે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે આજે જેમ ડ્રાઇવીંગ લાયસન્સ,પાન કાર્ડ અને બ્લડ ગ્રુપ કાર્ડ અને ક્રેડિટ ડેબીટ કાર્ડ હોય છે તેમ ભવિષ્યમાં દરેક વ્યક્તિનું એક જીનોમ કાર્ડ બનશે જેમાં વ્યક્તિના જન્મથી લઇને વર્તમાન સુધીની મેડિકલ હિસ્ટ્રી ફીડ કરવામાં આવશે.જેવી રીતના દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ અલગ હોય છે તેમ દરેક વ્યક્તિનું જીનેટીકલી બંધારણ પણ અલગ અલગ હોય છે.આ કાર્ડમાં વ્યક્તિના જીનેટીકલી બંધારણની પણ વિગતો હશે.ડોક્ટરોના દવાખાના અને હોસ્પીટલો નહી હોય પરંતુ એ.ટી.એમ. સેન્ટરોની જેમ મેડિકલ સેન્ટરો હશે.જેમાં એટીએમ મશીન જેવું મશીન હશે આ મશીનમાં જે તે બિમાર વ્યક્તિ પોતાનું જીનોમ કાર્ડ ઇન્સર્ટ કરશે એટલે થોડીક સેકન્ડમાં જ ગણતરીમાં કોમ્પ્યુટર કાર્ડની વિગતો તપાસી દવાઓ આપશે અને સર્જરીની જરૃર હશે તો આવા જ ડીજીટલ ર્સિજકલ સેન્ટરોના નામ સરનામાની યાદી પણ આપશે.તબીબ એક જ સેન્ટર પર બેસીને દેશ ભરમાં જુદા જુદા સેન્ટરો પર રોબોટ દ્વારા સર્જરી કરી શક્શે.
મારી આ વાત કદાચ તમને કલ્પનાની દુનિયા લાગે પણ એવુ નથી હકિકતમાં તો આ વિષય પર વિશ્વના વૈજ્ઞાનિકો ઘણું સંશોધન કરી ચુક્યા છે અને આ દિશામાં ખુબ ઘનિષ્ઠ સંશોધનો ચાલી પણ રહ્યા છે.
વી.સી.પ્રો.રમેશ ગોએલે પ્રધ્યાપકો, રિસર્ચરો, સ્કોલર અને રિફ્રેશર વિદ્યાર્થીઓ સાથે એક કલાકની ગોષ્ઠી કરી હતી.વિદ્યાર્થીઓને ખુબ જ મહત્વની બાબતો સમજાવતા તેઓએ જણાવ્યુ હતુ કે આવનાર ભવિષ્યમાં જીનેટીકલી સ્ટ્રક્ચર આધારીત દવાઓ આપવામાં આવશે આ ક્રાંતીકારી પરિવર્તન માટે આપણે આજથી જ તૈયારીઓ આરંભી દેવી પડશે.
સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં આજે બપોરે રૃટીન કામગીરી ચાલુ હતી ત્યારે બપોરે ૪.૧૫ વાગ્યે વાઇસ ચાન્સેલર પ્રો.રમેશ ગોએલ આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યકત કરતા ડિપાર્ટમેન્ટ હેડ પ્રો.અરૃણ આર્યએ તાત્કાલીક વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોની વી.સી.સાથે એક બેઠકનું આયોજન કર્યુ હતું.
વી.સી.પ્રો.રમેશ ગોએલે વિદ્યાર્થીઓના જણાવ્યુ હતુ કે મારી ખાસ ઇચ્છા હતી કે હું બોટનીના વિદ્યાર્થીઓ સાથે બેસીને થોડી ચર્ચા કરૃ પરંતું વ્યસ્તતાના કારણે સમય મળતો ન હતો આજે સમય હોવાથી અચનાક જ આવી પહોંચ્યો છુ મારા આવવાનો હેતુ માત્ર એટલો જ છે કે આવનાર ભવિષ્યમાં મેડિસિનલ પ્લાન્ટની ડિમાન્ડ ખુબ વધવાની છે અને તેના માટે તમે અત્યારથી જ તૈયારી આરંભો તેવી મારી ઇચ્છા છે.
પ્રો.રમેશ ગોએલએ મેડિસિનલ પ્લાન્ટના ઉપયોગો અને સંશોધનો અંગે ઉંડાણ પુર્વક માહિતી આપતા જણાવ્યુ હતુ કે ભારત પાસે આયુર્વેદનું શાસ્ત્ર છે.પરંતુ આર્યુવેદના સંશોધનો હજારો વર્ષ પહેલા થયેલા હોવાથી તેની કેટલીક મર્યાદાઓ છે.જેમકે આર્યુવેદમાં વૃક્ષોના મુળ,ડાળીઓ અને પર્ણોનો દવા તરીકે સીધો જ ઉપયોગ થાય છે.હકીકતમાં જે તે વનસ્પતિમાં રહેલુ તત્વ જ રોગ સામે લડવા સક્ષમ હોય છે એટલે બાકીની વસ્તુઓ શરીર માટે નકામી હોય છે.આ બાબત આપણે જાણતા ન હતા પરંતુ ફાધર ઓફ ફાર્મેકોલોજીનું જેમને બીરૃદ મળ્યુ છે તેવા ભારતીય વૈજ્ઞાનીક ડો.આર.એન.ચોપરાએ સન.૧૯૨૦માં સર્પગંધા નામની વનસ્પતિ પર સંશોધન કરીને માત્ર આ વનસ્પતિના અર્કના ઉપયોગથી હાયપર ટેન્સન અને બ્લડ પ્રેશરની દવાઓ બનાવી અને તે વિશ્વ કક્ષાએ એટલી હદે સ્વિકૃત બની કે આજે ભારતમાં સર્પગંધાના છોડ જોવા પણ નથી મળતું.
આમ આયુર્વેદમાં ઘણા સંશોધનો શક્ય છે જે ખુબ ઉપયોગી નિવડી શકે તેમ છે.પરંતુ આપણે અહી તકલીફ એ છે કે એક પ્રદેશના વૈજ્ઞાનિક કે સંશોધક બીજા વિસ્તારના વૈજ્ઞાનિક કે સંશોધક સાથે સંપર્કમાં નથી હોતા.આઇસોલેટ કામગીરી કરે છે અને એક સંશોધન પાછળ વર્ષો ખર્ચી નાખે છે અને તે બાદ પણ ધારો કે તેમણે કોઇ મહત્વનું સંશોધન કર્યુ તો તે સમાજ સુધી નથી પહોંચતુ આવી પરિસ્થિતી ભારત જેવા વિકાસ પામતા દેશ માટે યોગ્ય નથી.વિજ્ઞાનને લગતા સરકારી અને ખાનગી વિભાગો તથા યુનિર્વિસટીઓ એક બીજાના સતત સંપર્કમાં હોવા જોઇએ જેના કારણે સંશોધનો ખુબ ઝડપી થશે.
એમ.એસ.યુનિ.માં પણ હું આવુ વાતાવરણ ઉભુ કરવા માંગુ છુ જે તે વિષય સાથે સંકળાયેલા તમામ વિભાગો સાથે મળીને કામ કરે. તેઓએ ઉદાહરણ આપતા જણાવ્યુ હતુ કે બોટની વિભાગ માત્ર વનસ્પતિમાં ક્યુ તત્વ રોગ માટે ફાયદા કારક છે તેનુ સંશોધન કરી શકશે એટલું જ નહી આગળ એ તત્વની માનવ શરીર પર શું અને કેવી અસર થશે ? તે શોધવાનું કામ બાયોકેમેસ્ટ્રીનું છે અને દવા કેટલી અને ક્યારે લેવી તે ફાર્મસી બતાવે છે અને રોગનું કારણ માઇક્રોબાયોલોજી શોધે છે.આમ હવે થી એમ.એસ.યુનિ.માં બોટની, બાયોકેમેસ્ટ્રી, ફાર્મસી અને માઇક્રોબાયોલોજી સાથે કામ કરે તેવી મારી ઇચ્છા છે. વાઇસ ચાન્સેલરના ઓચિંતા આગમન અને તે બાદ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બોટનીના વિદ્યાર્થીઓને આપેલી ઉંડાણ પુર્વકની માહિતીથી વિદ્યાર્થીઓ ખુબ જ પ્રભાવિત થયા હતાં. આ તબક્કે બોટનીના હેડ પ્રો।અરૃણ આર્ય અને સિનિયર પ્રોફેસર એમ.ડેનિયલે વી.સી.નો આભાર માન્યો હતો
Source:Sandesh News Paper
No comments:
Post a Comment