Wednesday, April 1, 2009

ભયનું વિસર્જન કઈ રીતે કરવું?

ભયને બે રીતે વિસર્જિત કરી શકાય છે. ખુદની તાકાત પર પૂર્ણ વિશ્વાસ મૂકીને અને પરમશકિત પ્રત્યે પ્રાર્થનાનો ભાવ રાખીને. આપણે પ્રાર્થના દરમિયાન પરમશકિતને નમન કરતાં જ ભય ભાગી જાય છે.

ભય આપણો સ્વભાવ છે. ઘણી વાર તો આપણને ડર લાગી રહ્યો હોય ત્યારે આપણને ડર શા માટે લાગી રહ્યો છે તે પણ સમજાતું નથી હોતું. આપણે કંઈ પણ કામ કરવા જઈએ ત્યાં આપણા પરિશ્રમ અને પ્રયાસમાં ગમે ત્યાંથી સફળ-નિષ્ફળ જવાનો ભય ઘૂસી જતો હોય છે. આ ભયને બે રીતે વિસર્જિત કરી શકાય છે. ખુદની તાકાત પર પૂર્ણ વિશ્વાસ મૂકીને અને પરમશકિત પ્રત્યે પ્રાર્થનાનો ભાવ રાખીને.

કહેવાય છે કે ભકિત કરવા માટે સ્ત્રૈણચિત્ત બહુ અનુકૂળ આવે છે, એટલે મહિલાઓ આસાનીથી ભકત બની જાય છે. અલબત્ત, એ પણ ભૂલવું ન જોઈએ કે કર્મયોગ માટે પણ સ્ત્રૈણચિત્ત લાભકારક છે. સ્ત્રૈણચિત્તનો એવો મતલબ નથી કે મહિલા જેવા બની જવાનું.

નારી જયારે પ્રસવ પીડામાંથી પસાર થાય છે ત્યારે તે પ્રયાસની ચરમસીમા અને જિંદગી દાવ પર મૂકવાની સ્થિતિ હોય છે. અલબત્ત, બાળક પ્રાપ્ત કરવાનું સુંદર પરિણામ તેને પીડાદાયક સ્થિતિમાં બળ પૂરું પાડે છે. આપણે જયારે કોઈ પણ કામ કરીએ ત્યારે મહિલાની આ મનોદશાને ઘ્યાનમાં રાખીએ.

સ્ત્રૈણચિત્ત પ્રસવ પીડા સહેવા માટે અનુકૂળ હોય છે. દરેક કર્મયોગમાં પ્રસવ પીડા જેમ મૃત્યુની આશંકા અને નવજીવનના આગમનના પ્રબળ જેવો બોધ થઈ જાય ત્યારે પરિણામ પણ નિશ્ચિત થઈ જાય છે.

આ જ છે ખુદ પર આત્મવિશ્વાસ મૂકવો. બીજી વાત છે પરમાત્મા પ્રત્યે પ્રાર્થનામયી બની જવું. માણસ કાં પ્રેમ સામે કાં ડર સામે નમતો હોય છે. આપણે પ્રાર્થના દરમિયાન પરમશકિતને નમન કરતાં જ નિર્ભય બની જઈએ છીએ.

No comments:

Post a Comment